EDUCATION JOB GK UPDATE: Special Offer: આ ગામમા રહેવા માટે સરકાર આપે છે ઘર અને 50 લાખ રુપીયા, જાણો ઓફર

Join Whatsapp Group

Wednesday, April 26, 2023

Special Offer: આ ગામમા રહેવા માટે સરકાર આપે છે ઘર અને 50 લાખ રુપીયા, જાણો ઓફર

 

Special Offer: આ ગામમા રહેવા માટે સરકાર આપે છે ઘર અને 50 લાખ રુપીયા, જાણો ઓફર
Special Offer: અલ્બીનેન- સ્વિટ્ઝરલેન્ડ : નાના મોટા શહેરો અને ખાસ કરીને ઔદ્યોગિક શહેરોમાં રહેતા લોકોનું સપનું હોય છે, પોતાનું શાનદાર ઘર હોય. જો કે, મોટા ભાગના લોકો પોતાના પગાર અને બચત મુજબ ફ્લેટ ખરીદતા હોય છે. હવે જો અમે આપને કહીએ કે કોઈ પહાડી વિસ્તારમાં ગામમાં રહેવા જશો તો સરકાર તમને એક આલિશાન ઘર આપશે, સાથે જ આપને 50 લાખ રૂપિયા પણ આપશે, તો કેવી લાગશે આ ઓફર. જી હાં, સ્વિટ્ઝરલેન્ડ ની સરકાર કંઈક આવી જ ઓફર આપી રહી છે. પણ તેના માટે અમુક શરતો નુ પાલન કરવુ પડશે.


સ્વિટ્ઝરલેન્ડ ની સરકાર કંઈક આવી જ ઓફર આપી રહી છે. પણ તેના માટે અમુક શરતો નુ પાલન કરવુ પડશે.


Special Offer

હવે તમે પુછશો કે આ ગામ ક્યાં આવેલુ છે. જેમાં રહેવા જવા માટે ખુદ સરકાર લોકોને 50 લાખ રૂપિયા અને એક સરસ ઘર આપે છે. આપના મનમાં આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે સરકાર આવી ઓફર શા માટે આપે છે. આવા તમામ સવાલોના જવાબ આપણે મેળવીશુ. આ ગામ સમુદ્ર સપાટી થી લગભગ 4265 ફુટની ઊંચાઈ પર આવેલ છે. બરફથી ઢંકાયેલ પહાડોની વચ્ચે આવેલુ આ ગામ તમારુ મન મોહી લેશે. તેની આજૂબાજૂનું વાતાવરણ એકદમ સુંદર અને મનમોહક છે. જો લોકો શહેરની ભાગદોડ અને પ્રદૂષણથી પરેશાન થઈ ચુક્યા છે તેણે અહિં વસવુ જોઇએ.

સરકાર શા માટે આવી ઓફર આપે છે ?

સરકાર જે ગામમા વસવા માટે ઓફર કરી રહિ છે તે અલ્બીનેન નામનું આ ગામ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલુ છે. મોટા ભાગે જ્યારે આપણે કોઈ પહાડી શહેર ફરવા જઈએ છીએ, તો ખુલી હવા અને શાનદાર વાતાવરણ કારણે પાછા આવવાનુ મન થતુ નથી. તેનાથી ઉલ્ટુ શાનદાર પહાડીઓની વચ્ચે વસેલા અલ્બીનેન ગામમાં લોકો રોકાઈ શકતા નથી અને ધીમે ધીમે પલાયન કરી રહ્યા છે. અને આ શહેરની વસ્તિ ઘટી રહિ છે. ડેલી મેઈલના રિપોર્ટ મુજબ, આ ગામની વસ્તી સતત ઘટી રહી છે. વર્ષ 2020 માં ખતમ થતાં આ ગામની કુલ વસ્તી માત્ર 243 લોકો જ વધ્યા હતા. સ્થળંતર રોકવા અને લોકોને અહીં વસાવીને આ ગામની ઈકોનોમી ખતમ થતી રોકવા માટે સ્વિટ્ઝરલેન્ડ ગવર્નમેન્ટે એક ખાસ ઓફર આપી છે. આ ગામ ફ્રાન્સ અને ઈટલીની સરહદ પર આવેલુ છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે શિક્ષણ વિભાગનો આજનો અગત્યનો પરીપત્ર માટે અહીં ક્લિક કરો

સ્વિટઝરલેન્ડની સરકારની સ્કીમ મુજબ, જો આપના પરિવારમાં ચાર સભ્યો છે, તો દરેક સગીર મેમ્બરને લગભગ 22,500 પાઉન્ડ એટલે કે, 22 લાખ રૂપિયાથી વધારે દરેક બાળકને લગભગ 9000 પાઉન્ડ એટલે કે, 8 લાખ રૂપિયાથી વધારે રકમ આપે છે. સરકારની શરત છે કે આ ગામમાં વસવા પર ઓફર લેનારાની ઉંમર 45 વર્ષથી વધુ હોવી જોઇએ નહિ.. ઉપરાંત તેનું સી પરમિટ સાથે સ્વિટઝરલેન્ડના નાગરિક હોવા પણ જરુરી છે. જો કોઇ નાગરીક આ ઓફર લેવા માગતા હોય તો તેણે ઓછા મા ઓછા 10 વર્ષ આ ગામમાં રહેવું પડશે. જો તે પહેલા આ ગામ છોડવા માગતા હોય તો તો આપને ઓફર અંતર્ગત મળતી પુરેપુરી રકમ પાછી આપવી પડશે.

શા માટે લોકો પલાયન થઇ રહ્યા છે ?

આ ગામ અલ્બિનનેમાં નોકરીના વિકલ્પો સતત ઘટી રહ્યા છે. અહિ વસતા લોકોની સંખ્યા એટલી ઓછી થઈ ચુકી છે કે અહીં તમામ સ્કૂલો બંધ થઈ ચુકી છે. બચેલા 240 લોકોમાં ફક્ત 7 જ બાળકો છે. અહીં બાળકોને રોજ બસમાં બેસીને નજીકના ગામમાં ભણવા માટે જવુ પડે છે. અહીંના મોટા ભાગના ઘરો ખાલી જોવા મળે છે. સરકાર ત્યાના લોકોને આ ખાલી પડેલા ઘરોમાં વસવાની ઓફર કરી રહી છે. એટલું જ નહીં અહીં જમીન ખરીદીને મકાન બનાવવાની ઈચ્છા ધરાવતા લોકોને સરકાર ઘણી બધી સહાય આપી રહી છે. પાંચ વર્ષે પહેલા આ ગામના યુવાનોએ એક પિટીશન પણ કરી હતી. તેમાં સ્થાનિક ચૂંટણીથી લોકોને અહીં રહેવા માટે પ્રોત્સાહિત કરવા રોકડ રકમ આપવાની માગ કરી હતી.
No comments:

Post a Comment

Feature post.

Go Green Scheme; Go Green શ્રમીક યોજના: સ્કુટર સબસીડી યોજના

  Go Green Scheme; Go Green શ્રમીક યોજના: સ્કુટર સબસીડી યોજના to encourage labourers to purchase of battery operated electric two-wheelers t...

Popular post