Join Whatsapp Group

Thursday, June 22, 2023

BIPORJOY વાવાઝોડા નુકશાન સહાય:

 BIPORJOY વાવાઝોડા નુકશાન સહાય: રાજ્યમાં જુન-૨૦૨૩માં આવેલ BIPORJOY વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યમાં ઘણા વિસ્તારો અસરગ્રસ્ત થયેલા હતા. આવા વિસ્તારોમાં વાવાઝોડાના કારણે રહેણાંકના કાચા/પાકા મકાનોને સંપૂર્ણ કે આંશિક નુકશાનના કિસ્સા બનેલા છે, જેથી, રાજ્ય સરકારે માનવતાના ધોરણે વિચારણા કરીએ SDRF અંગેના સંદર્ભ વંચાણે લીધા (૧) ના ઠરાવ ઉપરાંત રાજ્યના બજેટમાંથી “ખાસ કિસ્સામાં” સહાય આપવાની બાબત વિચારણા હેઠળ હતી. જે અંગે સરકારશ્રીએ પુખ્ત વિચારણાના અંતે નીચે મુજબ ઠરાવવાનો નિર્ણય કરેલ છે.


કપડાં અને ઘરવખરી સહાય:-

BIPORJOY વાવાઝોડા તેમજ ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં SDRFના ધોરણો મુજબ કુટુંબદીઠ કપડાં સહાય તરીકે રૂ.૨,૫૦૦/- અને ઘરવખરી સહાય તરીકે રૂ.૨,૫૦૦/- એટલે કે કુલ રૂ.૫,૦૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૭,૦૦૦/- (કુટુંબ દીઠ) કપડા અને ઘરવખરી સહાય તરીકે ચૂકવવાનું ઠરાવવામાં આવે છે.


મકાન સહાય:-
સંપૂર્ણ નાશ પામેલ અથવા મોટું નુકશાન પામેલ રહેણાંકના કાચા/પાકા મકાન માટે SDRF માંથી રૂ.૧,૨૦,૦૦૦/-ની સહાય,
અંશત: નુકશાન પામેલા રહેણાંકના કાચા/પાકા મકાનો તેવા કિસ્સામાં,
આંશિક રીતે નુકશાન પામેલ પાકુ મકાન (ઓછામાં ઓછું ૧૫% નુક્શાન હોય તો જ મળવાપાત્ર) હોય તો SDRF માંથી રૂ.૬,૫૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી ૮,૫૦૦/- મળી કુલ રૂ.૧૫,૦૦૦/-ની સહાય.

આંશિક રીતે નુકશાન પામેલ કાચુ મકાન (ઓછામાં ઓછું ૧૫% નુક્શાન હોય તો જ મળવાપાત્ર) હોય તો SDRF માંથી રૂ.૪,૦૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી ૬,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૦૦૦/-ની સહાય.

સંપૂર્ણ નાશ પામેલ કે આંશિક નુક્શાન પામેલ ઝુંપડાઓને SDRF માંથી રૂ.૮,૦૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી ૨,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૦૦૦/-ની સહાય.

ઘર સાથે સંકળાયેલ કેટલ શેડને થયેલ નુકશાન માટે SDRF માંથી રૂ.૩,૦૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.૨૦૦૦/- મળી કુલ રૂ.૫,૦૦૦/-ની સહાય.

શરતો:-
જે કિસ્સામાં રાજ્ય સરકારના બજેટમાંથી જણાવેલ હોય તેનો ખર્ચ રાજ્ય સરકારના ભંડોળમાંથી કરવાનો રહેશે.

State Disaster Response Fund ના ધોરણો અને કાર્યપધ્ધતિઓ ભારત સરકારની વંચાણે લીધેલ માર્ગદર્શિકા મુજબની રહેશે.
રાજ્ય સરકારના ભંડોળમાંથી કરેલ ખર્ચને અલગથી નિભાવવાનો રહેશે.



આ ઠરાવની જોગવાઇઓ જુન-૨૦૨૩માં આવેલI BIPORJOY વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારના જિલ્લાઓ માટે “ખાસ કિસ્સા” તરીકે લાગુ પડશે.
દબાણ કરીને બનાવેલ મકાન અંગે જે તે વિભાગના નીતિ નિયમોનું પાલન કરવાનુ રહેશે અને આ માત્ર સહાય તરીકે ગણવાનું રહેશે. આ સહાયથી કોઇ પણ પ્રકારની કાયદેસરતા મળતી નથી.

આ ઠરાવ સમાનાંકી ફાઇલ પર સરકારશ્રીની તા.૧૯/૦૬/૨૦૨૩ની નોંધથી મળેલ મંજુરી અન્વયે બહાર પાડવામાં આવે છે.

No comments:

Post a Comment

Feature post.

SBI has invited online applications for the recruitment of 2964 Circle Based Officers 2025.

SBI has invited online applications for the recruitment of 2964 Circle Based Officers 2025. Organization State Bank of India (SBI) Post Name...

Popular post