Join Whatsapp Group

Saturday, April 22, 2023

ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર (GSEB SSC RESULT 2023

 ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર (GSEB SSC RESULT 2023): તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના પરિણામોને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. બોર્ડ દ્વારા ધોરણ-10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.

ધોરણ 10 પરિણામ 2023

પોસ્ટનું નામધોરણ 10 પરિણામ બાબત
બોર્ડનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા118696
પરિણામનું નામGSEB SSC RESULT 2023
પરિણામની તારીખજૂન માસના પ્રથમ સપ્તાહમાં
વેબસાઈટwww.gseb.org

ધોરણ 10 પરિણામ નું પરિણામ ક્યારે આવશે?

ધોરણ 10 પરિણામ નું પરિણામ 2023: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અતિમ તબક્કામાં જાહેર થવાની અને ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.

ધોરણ-10ની આટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.27 માર્ચ 2023ના રોજ માર્ચની પરીક્ષામાં ધોરણ-10 (GSEB SSC 2023)ના પ્રથમ સેશનમાં ગુજરાતી-દ્વિતીય ભાષા વિષયમાં કુલ-118696 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-117512 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતાં.

GSEB SSC General Result News 2023
GSEB: ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, જુઓ ક્યારે આવશે પરિણામ 2

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 14મી માર્ચથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ધોરણ-10ની પરીક્ષા 28મી માર્ચ સુધી યોજાઈ હતી જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29મી માર્ચ સુધી તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25 માર્ચ સુધી યોજાઈ હતી. દરમિયાન

ધોરણ 10 ગયા વર્ષના પરિણામ પર એક નજર

કુલ પરિણામ65.18%
કુલ કેન્દ્રો958
પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા7,72,771
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા5,03,726
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ)94.80%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ19.17%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત)75.64%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ)54.29%
100 ટકા પરિણામ ધરાવતી શાળા294
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા121
કુમારોનું પરિણામ59.92%
કન્યાઓનું પરિણામ71.66%

ગયા વર્ષે 958 કેન્દ્રો પરથી લેવામાં આવી હતી પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા વર્ષે માર્ચ એપ્રિલ-2022 રાજ્યના 81 ઝોનના 958 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 3,183 પરીક્ષાસ્થળો (બિલ્ડીંગો) અને 33,245 બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો




ધોરણ 10 પરિણામ 2023નું પરિણામ ક્યારે જાહેર થશે ?

ને ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.

No comments:

Post a Comment

Feature post.

DICDL Recruitment 2024

  Dholera Industrial City Development Limited (DICDL) Recruitment 2024. DICDL has invited online applications for the recruitment of 11 Mana...

Popular post