Join Whatsapp Group

Friday, September 29, 2023

How to Check CPF Registration Date

 

How to Check CPF Registration Date

સીપીએફ માં જોડાયા તારીખ કઈ રીતે શોધવી તેના માટેના સ્ટેપ નીચે આપેલ છે એ મુજબ પ્રોસેસ કરવાથી સીપીએફમાં રજીસ્ટ્રેશન ની તારીખ તમે જોઈ શકશો.



સીપીએફ રજીસ્ટ્રેશન ની તારીખ શોધવા માટે નીચે મુજબના સ્ટેપને અનુસરો.

સૌપ્રથમ નીચે આપેલી લીંક પર ક્લિક કરીને એનપીએસ ની એપ્લિકેશન ડાઉનલોડ કરો.

Link : https://play.google.com/store/apps/details?id=nps.nps

NPS ની એપ્લિકેશન ખોલી અને લોગીન પર ક્લિક કરો.

લોગીન પર ક્લિક કરતા નીચે મુજબની સ્ક્રીન તમને જોવા મળશે. તેમાં તમારો PRAN નંબર અને તમારો પાસવર્ડ નાખો.





જો પાસવર્ડ ખબર ના હોય તો લોગીન ના નીચે રીસેટ પાસવર્ડ લખેલું છે એના પર ક્લિક કરો.

રીસેટ પાસવર્ડ પર ક્લિક કરતા બે ઓપ્શન ખુલશે જેમાં પ્રથમ ઓપ્શનમાં યુઝિંગ સિક્રેટ ક્વેશ્ચન અને બીજા ઓપ્શનમાં યુઝિંગ ઓટીપી આવું લખેલું જોવા મળશે એમાં યુઝિંગ ઓટીપી પર ક્લિક કરવું.

Aaa Using OTP પર ક્લિક કરતા નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે. જેમાં તમારો PRAN નંબર નાખો. તમારી જન્મ તારીખ નાખો. તમારે જે પાસવર્ડ બનાવવો છે તે પાસવર્ડ બે વખત લખો. પછી કેપ્ચામાં સરવાળો કે બાદબાકી આપેલ હશે એનો જવાબ લખી નાખો. ત્યારબાદ જનરેટ ઓટીપી પર ક્લિક કરો એટલે તમારા રજીસ્ટર કરેલા મોબાઈલ ઉપર ઓટીપી આવશે એ ઓટીપી નાખતા તમે નક્કી કરેલ પાસવર્ડ સેટ થઈ જશે. હવે તમારા PRAN નંબર અને પાસવર્ડ ની મદદથી લોગીન કરો.




લોગીન કરતા નીચે મુજબની સ્ક્રીન ખુલશે. જેમાં EMAIL/DOWNLOAD TRANSACTION STATEMENT પર ક્લિક કરવું.



EMAIL/DOWNLOAD TRANSACTION STATEMENT પર ક્લિક કરતા નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે. એમાં બે ઓપ્શન બતાવશે. પહેલા ઓપ્શનમાં તમારું સ્ટેટમેન્ટ છે એ ઈમેલમાં આવશે જો ઇમેલ આઇડી રજીસ્ટર કરેલી હશે તો જ ઈમેલમાં આવશે અને બીજું ઓપ્શન છે એમાં તમે તમારું સ્ટેટમેન્ટ છે એ ડાઉનલોડ કરી શકશો.

સ્ટેટમેન્ટ ડાઉનલોડ પર ક્લિક કરતા નીચે મુજબની સ્ક્રીન ખુલશે એમાં સબમિટ આપવાનો. સબમીટ આપશો એટલે તમારું સ્ટેટમેન્ટ ડાઉનલોડ થવાનું ચાલુ થશે અને સ્ટેટમેન્ટ ડાઉનલોડ થયા પછી એના નીચે જે ઓપ્શન છે એ ઓપ્શનમાંથી તમે સ્ટેટમેન્ટ જોઈ શકશો એને ઓપન કરી શકશો. 

હવે Per Day SOT Download history પર ક્લિક કરતા ઓપન ઉપર ક્લિક કરી સ્ટેટમેન્ટ જોઈ શકાશે. સ્ટેટમેન્ટ જોતા નીચે મુજબના ફોટા માં બતાવ્યા પ્રમાણે સૌથી પહેલું ઓપ્શન રજીસ્ટ્રેશન ડેટ લખેલી હશે એમાં તમારું સીપીએફ નું રજીસ્ટ્રેશન ક્યારે થયું એ તમે જોઈ શકશો.

No comments:

Post a Comment

Feature post.

Gujarat Board Result 2024. Std 10 & Std 12 result update

  Gujarat Board Result 2024 : Gujarat Board Exams copy checking operation process has been completed. Now the Gujarat Board is busy preparin...

Popular post